મોરબી ખાતે આવેલ જેતપરમાંથી બે જુગારપ્રેમીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

મોરબી ખાતે આવેલ જેતપર ગામમાં જાહેરમાં જુગાર રમતા બે ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જેતપર મચ્છુ ગામે પાણીના ટાંકા પાસે અમુક ઈશમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.