ગત તા.9/2ના રોજ માલીસરાવાંઢ પ્રા. શાળાનો પ્રવાશ યોજાયો

9/2/2024 શુક્રવાર ના સવારે 5.30 કલાકે માલીસરાવાંઢ પ્રા. શાળાથી ક્ષણિક પ્રવાસ લક્ઝરી બસમાં (જયશક્તિ ટ્રાવેલ્સ સપર) યાદી મુજબના 24 કુમાર અને 26 કન્યા તેમજ 4 શિક્ષકો અને 1 મહિલા શિક્ષક મળીને કુલ 55 જણ સાથે રવાના થયા. 9.45 કલ્પો અડાલજની વાવ પહોંચ્યા. ત્યાં ચા- નાસ્તો કરી મહાત્મા મંદિર, ગાંધીનગર પહોંચ્યા. ત્યાં પરિસર જોયું, દાંડીકુટિરના દર્શન કર્યા. ત્યારબાદ બોરનું ભોજન કર્યું.

ત્યાંથી 1.00 વાગે વિધાનસભા ભવન ગયા. ત્યાં ચાલુ વિધાનસભા સત્ર જોયું. ત્યાંથી 2.30 વાગે ઇદ્રોડા પાર્ક જોવા માટે ગયા. ત્યા કુદરતી વાતાવરણમાં પ્રાણી અને પક્ષીઓ, ડાયનાસોર પાર્ક, મપૈગૃહ જોયા. ત્યાંથી અક્ષરધામ ગયા ત્યાં સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી વિવિધ પ્રદર્શન જોવા. પછી ખૂબ સુંદર વોટર શો જોઈ આશ્ચર્ય થયું. ખુબ મજા આવી. ત્યારબાદ બહાર રાત્રી ભોજન કરવામાં આવ્યું. ત્યાંથી ગુજરાત રાજ્ય પ્રા. શિ. સમાજના ચાણક્ય ભવનમાં રાત્રી રોકાણ કર્યું. પછી આખા દિવસના થાકીને સૂઈ ગયા. આમ પ્રવાસનો પ્રથમ દિવસ પૂર્ણ થયો.

બીજા દિવસે તા. 10/2/2014 ના શનિવાર સવારે 7:00 વાગે ચા-નાસ્તો કરી કાંકરીયા જવા સ્વાના થયા ત્યાં પ્રાણીસંગ્રહાલય નોકટરનલ ઝુ બાલવાટિકા બપોરે 12.30 વાગે ભોજન કરવામાં આવ્યું ત્યાંથી 2.00 PM થી 5.00 PM સુધી સાથેન્સ સીટી- એકવાટીક અને રોબોટિક ગેલેરી જોઈ ત્યારપછી થ્રીલ રાઈડરમાં બેસી અવકાશનો અનુભવ કર્યો. ગુજરી બજારની અનુભવ કરાવ્યો બાળકોએ ખરીદી કરી. ત્રિમંદિર અડાલજ સાંજનું ભોજન કરવામાં આવ્યું. આમ બીજો દિવસ પૂર્ણ કરી ત્યાંથી માલીસરાવાંટ સુધીનો પ્રવાસ કરવામાં આવ્યો. જેમાં ધાર્મિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક સ્થળોની મુલાકાત લેવામાં આવી આમ માલીસરા પ્રવાસ સુખરૂપ પૂર્ણ થવો, પ્રવાસમાં બાબુભાઈ મોર, વિજયભાઈ ચૌધરી, બંકિતભાઈ પટેલ, વિક્રમભાઈ રાઠોડ અને મહિલા શિક્ષક ઇલાબેન અમીન જોડાયા હતા.