20 કિલો શંકાસ્પદ તાંબાના વાયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી પ્રાગપર પોલીસ
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે મુંદ્રા ખાતે આવેલ પ્રાગપર ચોકડી નજીકથી શંકાસ્પદ વાયરના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પ્રાગપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પ્રાગપર ચોકડી નજીક એક બાઇક ચાલકને અટકાવી તેની તપાસ કરવામાં આવતા તેમની પાસે મળી આવેલ પ્લાસ્ટિકના કોથળામાંથી તાંબાના વાયરનો 20 કિલોનો જથ્થો નીકળી પડ્યો હતો. મળેલ જથ્થા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોની અટક કરી અને આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.