દેવીસર નજીકથી  વાયરની તસ્કરીના પ્રકરણમાં ચાર શખ્સોને ઝડપી પાડતી એલસીબી ટીમ

copy image

copy image

દેવીસર નજીકથી વીજલાઇનમાંથી વાયરની તસ્કરીના પ્રકરણમાં પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 10-12 દિવસ અગાઉ દેવીસરની વીજલાઇનમાંથી વાયરની ચોરી થઈ હોવાનો મામલો સામે આવેલ હતો આ ચોરીમાં સામેલ ચાર આરોપી ઈશમોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નાના વરનોરાના અમુક શખ્સો બોલેરો પિકઅપ લોડિંગ ગાડીમાં વાયરોના ગૂંચડા ભરી ભુજ તરફ આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સોને એલ્યુમિનિયમ વાયરો કિં. રૂા. 50000 અને બોલેરો નં. જી.જે. 05 યુ.યુ. 9637  કિં.  રૂા. 2,00,000 સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત વધુમાં પોલીસે તેમને પૂછપરછ કરતા તેઓએ દશ-બાર દિવસ અગાઉ ચારેય સાથે મળી દેવીસરની સીમમાંથી વીજલાઇનના થાંભલાઓ પરથી આ વાયર કાપીને ચોરી કરેલ હોવાનું સ્વીકાર્યું હતું. તેથી એલસીબી એ તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોની અટક કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,