ભુજના એક શખ્સ સાથે યુ-ટ્યૂબમાં પૈસા કમાવવાની લાલચમાં થઈ રૂા. 1.13 લાખની છેતરપિંડી

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે હાલમાં જ, ભુજના એક શખ્સ સાથે યુ-ટ્યૂબમાં પૈસા કમાવવાની લાલચમાં રૂા. 1.13 લાખની છેતરપિંડી થઈ છે.  ત્યારે આ શખ્સે સાયબર ક્રાઇમ સેલની મદદ લેતા તેના નાણાં પરત અપાવવામાં આવેલ છે.  આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના આશય પાઠકને વોટ્સએપમાં મેસેજ આવેલ હતો કે, યુ-ટયુબ ચેનલમાં વીડિયો લાઇક કરવાના પૈસા મળશે. જેથી અરજદાર લિન્કમાં જોડાઇ ટાસ્ક પૂરો કરેલ હતો જેથી સામાવાળા ઈશમએ ટેલિગ્રામ ગ્રુપમાં જોઇન કર્યા બાદ જણાવેલ કે,  આ ચેનલનો ટાસ્ક પૂરો કરવાથી વધારે નાણાં મળી શકસે. આથી અરજદારે  લાલચમાં આવી અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે રૂા. 1,13,000 મોકલાવ્યા બાદ સામેવાળાએ  કોઇ વળતર ન આપીને  અરજદારનો સંપર્ક જ બંધ કરી દીધો હતો. આ મામલે ફ્રોડ થયા હોવાનું સામે આવતા તેણે સાયબર સેલ (એલસીબી)નો  સંપર્ક કરેલ હતો જેથી સેલે તેને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની   પૂરેપૂરી રકમ રૂા. 1.13 લાખ તેના ખાતામાં પરત અપાવી હતી.