ગાંધીધામમાં એક યુવતી પર બળાત્કાર ગુજારનાર શખ્સને જેલના હવાલે કરાયો
copy image

ગાંધીધામમાં એક યુવતી પર બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામમા આવેલ ગુરુકુળ વિસ્તારમાં રહેનાર આ યુવતીનાં ઘરમાં ઘૂસી તેની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજારનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ ગત તા. 1-5-2023 થી તા. 19-1-2024 દરમ્યાન બન્યો હતો. ભોગ બનનાર યુવતી પોતાના ઘરે એકલી હતી તે દરમ્યાન આરોપી શખ્સ તેની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે અડપલા કરી બાદમાં દૂષકર્મ આચાર્યો હતો અને બાદમાં આ યુવતીને કોઇને જાણ કરી તો બદનામ કરવાની ધમકી આપેલ હતી. બાદમાં ભોગ બનનાર યુવતીને વારંવાર જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેની સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. આરોપી શખ્સે યુવતીને વારંવાર બદનામ કરવાની ધમકી અપાતાં આ યુવતી કોઇને કહ્યા વગર અહીંથી જતી રહી હતી. ત્યાર બાદ ભોગ બનનાર યુવતી પરત આવતા આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી શખ્સને જેલના હવાલે કરી દીધો છે.