રતનાલ-કુકમા હાઇવે પર કાર અને ટ્રેઈલર વચ્ચે સર્જાયો અકસ્માત : કારમાં સવાર પરિવારના ચાર સભ્યો ઘાયલ

copy image

copy image

રતનાલ અને કુકમા વચ્ચે કાર અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર અંજારના એક જ પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે રાત્રે અંજારનો  એક  પરિવાર અલ્ટો કારમાં નખત્રાણાથી અંજાર તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન રતનાલ-કુકમા વચ્ચે કારનો ટ્રેઈલર  સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્ય ઘાયલ થયા હતા.   ગત રાત્રે નખત્રાણાથી અંજાર જઈ રહેલ કારનો એક ટ્રેઈલર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક પરિવારના ચાર સદસ્યો ઘાયલ થતાં તેમણે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ છે.