ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાંથી પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ગામમાં જૂના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પર અમુક ઈશમો જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યાવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી કુલ રોકડ રૂા. 11,630 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 15,630નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.