બાળકી સાથે અડપલાં કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજારમાં બાળકી સાથે અડપલાં કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે બાળકીના માતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ ગત જુલાઇથી ડિસેમ્બર મહિના દરમ્યાન અંજારની એક સોસાયટીમાં બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 9-2ના ફરિયાદી પોતાની બાળકીઓને શાળાએ મોકલાવી પોતે કામ પર ગયેલ હતા. ત્યાર બાદમાં બપોરે ઘરે આવતાં બાળકી પણ આવી ગયેલ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સંતાનોએ શાળામાં બેડ ટચ, ગૂડ ટચ અંગે સમજ અપાઇ હોવાની વાત કરેલ હતી. જેથી આ બાળકીએ આરોપી શખ્સે આવું બેડ ટચ કર્યું હોવાનું તેની માતાને જણાવ્યું હતું. બાળકીની લાજ લેવાના ઇરાદે આરોપીએ તેની સાથે અડપલા કરેલ હોવાથી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.