ભચાઉ ખાતે આવેલ સામખિયાળી જંગી રોડ પર કારમાં અથડાતાં નિલગાયનું ઘટનાસ્થળે જ મોત
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી જંગી રોડ પર કારમાં અથડાતાં નિલગાયનું મોત થયું હતું, ઉપરાંત કારમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સામખિયાળીથી અલ્ટો કારમાં સવાર બે શખ્સો લાલિયાણા ગોલાઈ પર પહોંચ્યા તે દરમ્યાન અચાનક માર્ગ વચ્ચે આવેલી નીલ ગાય કારમાં અથડાઈ હતી જેથી, નિલગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે ગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે શખ્સોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. માહિતી મળી રહી છે કે, આ રોડ પર રોઝની અવર જવર વધુ પ્રમાણમાં હોવાના કારણે તે અકસ્માત ઝોન બની ચૂક્યો છે.