કચ્છના પ્રવેશદ્વાર આડેસરમાં આગ ભભૂકી ઉઠી : તમામ ઘરવખરી સહિત બકરીના ત્રણ બચ્ચા આગમાં સોમાયા

copy image

copy image

કચ્છના આડેસરના એક મકાનમાં ગત રાત્રે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી જેમાં,  શ્રમજીવી પરિવારના ત્રણ હંગામી આવાસ સળગીને ભષ્મ થઈ ચૂક્યા હતા, આગના બનાવમાં ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મનુષ્યનો જીવ ગયો નથી બનાવની જાણ થતાં તુરંત બાળકોને બહાર લઈ આવ્યા હતા. ,જોકે આંગણામાં રહેલા બકરીના ત્રણ બચ્ચાનું દાઝી જવાથી મોત થયું હતું. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગામની ગોકુળધામ સોસાયટીની પાછળ ખેતમજૂરી કરી ગુજરાન ચલાવનાર પરિવારોના કાચા મકાનોમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં તમામ ઘરવખરી અને પશુની બળીને ભષ્મ થયા હતા. સદભાગ્યે લોકોના જીવ બચી ગયા હતા.