રાજકોટના કલ્યાણ જવેલર્સના શો રૂમમાંથી સોનાની ચેઇનની તસ્કરી કરી ચોર થયો ફરાર

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટના કલ્યાણ જવેલર્સના શો રૂમમાંથી સોનાની ચેઇનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમાં આવેલ જાગનાથ વિસ્તારમાંના કલ્યાણ જવેલર્સના શો રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર ઈશમ સોનાની ચેઈન ચોરી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે કલ્યાણ જવેલર્સ ના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરનાર રાજેશભાઈ વિનોદભાઈ ધીનોજા દ્વારા પોલોઇસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધાવેલ અરિયાદ અનુસાર ગત તા.6 ના રોજ કોઈ ચોર ઈશમ એક સોનાનો ચેઈન ૩૨ ગ્રામ ૧૦૦ મિલી ગ્રામ જેની કીમત રૂ.2,૧૭,૩૦૦ ની નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.