અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા પ્લોટમાં આગ લાગી, સૂકા ઘાસના કારણે આગ વિકરાળ બની

ભરૂચના અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા તેની ચિનગારી ઉડતાં ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી.આગ અંગેની જાણ અંકલેશ્વર DPMC ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરમાં આગ લાગવાના બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ નોંધાઈ રહ્યા છે.ગત રોજ રાત્રીના લગ્ન પ્રસંગ દરમિયાન ફોડવામાં આવેલા ફાટકડાની ચિનગારી ઉડતા વાલિયા રોડ પર આવેલા ઓમકાર એકઝોટિકાના ખુલ્લા પ્લોટમાં સૂકા ઘાસ પર પડતા આગ લાગી હતી.ઘાસ સૂકું હોવાના કારણે આગ વિકરાળ બની હતી.આગની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર DPMC ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે તાત્કાલિક સ્થળ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં કોઈ જાનહાની નહિ નોંધાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.