12,13,14 ફેબ્રુઆરીના સુમરાસર જત જીજામાની દરગાહના મેળામાં કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જત સમુદાય દ્વારા ત્રીદિવસીય સ્ટોલનું આયોજન

તારીખ 12,13,14 ફેબ્રુઆરી સુમરાસર જત જીજામાની દરગાહ ના મેળામાંકચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જત સમુદાય દ્વારા ત્રણ દિવસનું સ્ટોલ રાખવામાં આવેલ હતું જેમાં મહિલા સલામતી તેમજ બાળ લગ્ન અટકાવ વિશે જાગૃતિ અભિયાન રાખવામાં આવેલ હતું જેમાં ઘણા બધા બહેનો ભાઈઓ અને બાળકોએ સારી એવી સ્ટોરની મુલાકાત લીધી અને માહિતી લીધી આ સ્ટોલમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ ના કાર્યકર્તાઓ તેમજ જત સમુદાયના કમિટીના બહેનો કચ્છ મહિલા વિકાસ સંગઠન સ્ટાફ અને પેરાલીગલ બેહેનોઅને જન વિકાસના સલામતી ટીમ સારી એવી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ ખાસ પહેલી વખત જ મેળામાં થયો હતો અને એ પણ જત સમુદાયના બહેનો અને સમાજના આગેવાનો દ્વારા એક સારો સપોર્ટ મળી રહ્યો હતો અને સારી એવી સંખ્યામાં લોકોએ માહિતી લીધી હતી