રાપર બસ સ્ટોપમાં અસામાજિક તત્વોના વધતાં ત્રાશથી લોકો પરેશાન

copy image

copy image

સૂત્રો દ્વારા જાણીએ રહ્યું છે કે, ગત દિવસે રાપરના બસ સ્ટેન્ડમાં દારૂમાં ધૂત શખ્સે મહિલાની છેડતી કરેલ હતી. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં  રાપરનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું  હોય તેવી પરિસ્થિતી સર્જાઈ રહી છે. મળતી માહિતી મુજબ રાપરના બસ સ્ટેન્ડમાં ગત દિવસે સાંજના સમયે એકલી બેઠેલી મહિલાની  એક દારૂડિયાએ છેડતી  કરેલ હતી જેથી આ મહિલાએ તેની જાહેરમાં સરભરા કરી હતી. બનાવના પગલે આ સ્થળ પર લોકો અકત્રિત થઈ જતાં તે દારૂડિયો શખ્સ ત્યાથી ભાગી ગયો હતો, જો કે, મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું,    આખા દિવસમાં દરમ્યાન મોટી સંખ્યામાં લોકોની અવર-જવરથી ધમધમતાં આ બસ સ્ટેન્ડમાં કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ ચાલુ  ન હોવાનું  સામે આવી રહ્યું છે. અહી કાયદાઓ કડક બને અને લોકોની સલામતી અને વ્યવસ્થા પ્રત્યે કોઈ કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.