અબડાસા ખાતે આવેલ નરેડી નજીક કરવામાં આવેલ હત્યાના પ્રયાસમાં સામેલ બે વર્ષથી નાસતા આરોપી શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અબડાસા ખાતે આવેલ નરેડી નજીક કરવામાં આવેલ હત્યાના પ્રયાસના બે વર્ષથી નાસતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અબડાસા ખાતે આવેલ નરેડી ચાર રસ્તા નજીક હત્યાના પ્રયાસના સામેલ અને બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. ગત તા. 1/11/21ના રોજ નરેડી ચાર રસ્તા નજીક ફરિયાદી નિઝામુદ્દીન કાસમભાઇ જુણેજા પર અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આરોપી શખ્સોએ કુહાડીથી હુમલો કરી દીધો હતો. આ ગુનામાં સામે આરોપી શખ્સ છેલ્લા બે વર્ષથી પોલીસથી નાસ્તો હતો. જેને એલસીબીએ પકડી પાડ્યો છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.