ભચાઉ ખાતે આવેલ શિકારપુરમાં 55 વર્ષીય આધેડ પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભચાઉ ખાતે આવેલ શિકારપુરમાં 55 વર્ષીય આધેડ પર અજાણ્યા શખ્સે લાકડી વડે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે ભવાનભાઈ નરસિંહભાઈ પટેલ  દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ફરિયાદી તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમ્યાન આરોપી શખ્સએ આવીને અહીં કેમ રખેવાળી કરે છે. બકરાને કેમ ચરાવવા નથી દેતો, તેમ કહી  છરી  બતાવી  જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ઉપરાંત લોખંડની કંડળીવાળી લાકડી વડે હુમલો કરી દીધો હતો,  પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.