ચેક પરત ફરવાના કેસમાં અંજાર ખાતે આવેલ મેઘપર (કું.)ના એક શખ્સને એક વર્ષની કેદ

jail_bars

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર (કું.)ના એક શખ્સને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજાનો હૂકુમ જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આરોપી શખ્સને વ્યવસાય માટે રૂપિયાની જરૂરત હોવાથી  ફરિયાદી સધાભાઇ લખુભાઇ મ્યાત્રાએ એક વર્ષ માટે રૂા. 10,00,000 લોન તરીકે ઉછીના આપેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ મામલે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને  એક વર્ષની સાદી કેદ તથા દશ લાખ રૂપિયા વળતર પેટે 60 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે.