ડિજિટલ ભારત અભિયાનને સફળ બનાવવા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજની અનોખી પહેલ

default

default

હાલના સમયમાં જ્યારે આપણે આઝાદીના અમૃત કાળમાં વિકસિત ભારત તરફ આગળ વધી રહીયા છીએ ત્યારે નાણાની ચુકવણી સાવચેતી તથા સરળ રીતે થાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કેશલેસ પેમેન્ટ માટે વારંવાર દેશવાસીઓને અનુરોધ કરવામાં આવે છે.આ અભિયાનમાં જોડાવા પહેલી ફેબ્રુઆરી ૨૦૨૪થી રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતેના તમામ નાણાકીય વ્યવહારો ડિજિટલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૪માં માત્ર 30 ટકા જેટલા જ વ્યવહારો UPI અથવા ઓનલાઇન માધ્યમથી થયા હતા. પરંતુ ફેબ્રુઆરી મહિનાથી સાયન્સ  સેન્ટર દ્વારા આવતા મુલાકાતીઓને કેશલેસ પેમેન્ટના ફાયદા સમજાવી તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જેના થકી ૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન ૯૨% થી વધારે વ્યવહારો UPI અથવા ઓનલાઇન માધ્યમથી થયા હતા જે નોંધનીય છે. મુલાકાતીઓ દ્વારા અપાયેલા સાથ અને સહકાર માટે તેમનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. ભવિષ્યમાં પણ મુલાકાતીઓ પ્રવેશ ટિકિટ તથા કેન્દ્રમાં આવેલા મરીન નેવિગેસન સિમ્યુલેટર, સબમરીન સિમ્યુલેટર અને 3D થિયેટર જેવા સ્પેશિયલ એટ્રેક્શન ની ટિકિટ પણ UPI , ગૂગલ પે, BHIM, ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ જેવા ઓનલાઇન માધ્યમથી કરે અને ભવિષ્યમાં તમામ ટ્રાન્ઝેકશન ઓનલાઈન માધ્યમથી થાય તેવી અપીલ કેન્દ્ર ના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ડો.રાજેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.