ટંકારાની મીતાણા ચોકડી નજીકથી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, ટંકારાની મીતાણા ચોકડી નજીકથી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મીતાણા ચોકડી નજીક બાઈક પસાર થતા શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી અને બાઈકની તલાશી લીધી હતી.  બાઈકની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી દેસી દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આઠ ધરી છે.