મુંદ્રા ખાતે આવેલ ગુંદાલામાં ટાયર પંકચરની દુકાનમાંથી 60 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મુંદ્રા ખાતે આવેલ ગુંદાલાના  સીમ વિસ્તારમાં આવેલ ટાયર પંકચરની દુકાનમાંથી 60 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ અંગે મૂળ બિહાર અને હાલમાં ગુંદાલા રહેતા મહંમદ કાદીર શેખ તબારક હુસેન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની ગુંદાલાની સીમમાં  આવેલ શિવશક્તિ હોટેલ નજીક   ટાયર પંકચરની દુકાન આવેલ છે. જેમાંથી ગત તા.13/2ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઈ ચોર ઈશમો   એર કમ્પ્રેશર મશીન  તથા તેની ટાંકી  અને મોટર ઉપરાંત અન્ય પરચૂરણ સામાન એમ કુલ રૂા. 60,000ના ટાયર પંકચરના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.