ગાંધીધામના એક રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબ સાથે એક શખ્સ ઝડપાયો
copy image

ગાંધીધામમાંથી અંગ્રેજી શરાબ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીધામ શહેરના સેક્ટર-14માં એક મકાનમાં છાપો મારી પોલીસે રૂા. 6625ના શરાબ સાથે શખ્સની અટક કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ શહેરના સેક્ટર-14માં મકાન નંબર ડી-33માં કોઈ ઈશમએ અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર રેઈડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં આ મકાનમાં રહેનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી લીધો હતો ઉપરાંત આ મકાનની તલાશી લેતા એક કોથળામાંથી શરાબની બોટલો નીકળી પડી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આ મકાનમાંથી કુલ 6625નો દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.