ભુજ શહેર વિસ્તારમાં આવેલ દાદુપીર રોડ, ભીડગેડ બહાર ખાતેથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ

અધિક પોલીસ મહાનિદેશક સાહેબશ્રી, એ.ટી.એસ., ગુજરાત રાજય, અમદાવાદ નાઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખવા, બનાવવા તથા વેચાણ કરવાની પ્રવૃતિને અટકાવવા સુચના આપવામાં આવેલ હોય તથા શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં અગ્નિશસ્ત્રોની ગેરકાયદેસર પ્રવૃતિ શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ એસ.ઓ.જી.ના કર્મચારીઓને ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ શોધી કાઢવા સુચના આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ના કર્મચારીઓ કાર્યરત હોય, દરમ્યાન એસ.ઓ.જી.ના પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી અન્વયે આરોપી અનસ ઉમર લુહાર, ઉવ.૪૧, રહે. દાદુપીર રોડ, ભીડગેટ બહાર, ભુજવાળાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરતાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન-સામગ્રી(એસેસરીઝ) કિ.રૂ. ૪૬૦૦/- તથા બાર બોર ગનના જીવતા કારતુસ નંગ ૦૪, કિ.રૂ.૫૬૦/- તથા એરગનના સીસાના શોર્ટસ (સ્લગ્સ), કિ.રૂ.૦૦/- તથા સીસાના ગોળ છરા, કિ.રૂ.૦૦/-, મોબાઇલ નંગ ૦૨, કિ.રૂ. ૧૫૦૦/- એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૬૬૬૦/-નો મળી આવેલ હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.