આદિપુરમાં એક દંપતી પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાતા ફરિયાદ

આદિપુરમાં એક દંપતી પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે માહિતી મળી રહી છે કે,  આદિપુર શહેરમાં આવેલ ડી.સી.-5 વિસ્તારમાં દીકરા  પાસેથી ગાડીની ચાવી  લેવા ગયેલ દંપતી પર ત્રણ લોકોએ હુમલો કરી દીધો  હતો.પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે આદિપુરમાં રહેતા વર્ષાબેન અને તેમના પતિ  દીપકપુરી ગોસ્વામી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અમદાવાદથી ઘરે આવી પોતાનું વાહન ન હોવાથી દીકરાને તે અંગે પૂછ્યું હતું. ત્યાર બાદમાં ગાડી ન દેખાતાં  આ  દંપતી  ડી.સી.-5માં પ્લોટ નંબર 132 નજીકલ ગયેલ હતા જ્યાં આરોપી શખ્સો  આવી અને ફરિયાદીને મારવા લાગ્યા હતા.જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.