નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઈ. બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, ધનજીભાઈ આયર, સુરજભાઇ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ સોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ ચૌધરીનાઓ નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઓઢો વાઢો રહે. લૈયારી તા.નખત્રાણા વાળો લૈયારી ગામમાં બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં બહારથી જુગારના ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેઓને જુગાર રમવાની સગવડો પુરી પાડી ધાણી પાસા વડે રૂપીયા-પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
- પકડાયેલ ઇસમો :-
સલીમ જુમા સમેજા ઉ.વ. ૪૧ રહે. સુરલભીટ, નખત્રાણા.
છગન પોપટ પટણી ઉ.વ.૨૭ રહે. સુરલભીટ નખત્રાણા.
ગાભુ રામા હરીજન ઉ.વ.૪૩ રહે. ઝુરા તા.ભુજ> કાનજી રાજા મારવાડા રહે. ભડલી તા.નખત્રાણા
તૈયબ માઠીણા જત ઉ.વ. ૩૫ રહે. સરાડો તા.ભુજ
રમેશ ઉર્ફે વિરમ લખુ આહિર ઉ.વ. ૩૮ રહે. સુમરાસર શેખ તા.ભુજ.
- નાશી ગયેલ ઈસમો
ઓઢો વાઢો રહે. લૈયારી તા.નખત્રાણા
જીજે.૧૨.ઈએચ.૪૨૦૭ વાળી મોટર સાયકલનો ચાલક
જીજે.૧૨.એડી.૯૩૨૪ વાળી મોટર સાયકલનો ચાલક
- કબ્જે કરેલ મુદામાલ
રોકડા રૂપીયા રૂ.૪૩,૨૦૦/-
મોબાઇલ ફોન નંગ – ૫, કી.રૂા.૨૦,૫૦૦/-
મોટર સાયકલ નંગ – ૫, કી.રૂા.૧,૦૦,000/-
- ધાણી પાસા નંગ- ૦૨, કી.રૂા. ૦૦/-
એમ કુલ કિ.રૂા. ૧,૬૩,૭૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો તેમજ નાશી જનાર ઇસમો વિરૂધ્ધ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.