આઇસર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક કિશોરનું મૃત્યુ

અમદાવાદ બારેજામાં રહેતા રણજીતભાઈ જે રાવળ તેમના 14 વર્ષના ભત્રીજા મહેશને ટ્યુશન કલાસીસમાંથી લઈને એક્ટિવા પર ઘરે જય રહ્યા હતા. દરમિયાન મહિજડા પાટિયા પાસે આઇસર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા નીચે પટકાયેલા કિશોર પર આઇસરનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે રણજીતભાઈને નજીવી ઇજા થઈ હતી. બીજી તરફ લોકોએ ભાગી રહેલા આઇસરના ચાલકને પકડી પાડીને અસલાલી પોલીસને સોપ્યો હતો.