માંડવીમાં 36 બોટલ વિદેશી, 22 લિટર દેશી દારૂ પકડાયો
માંડવી પોલીસે અલગ અલગ સ્થળોએ રેડ પાડીને દારૂ વેચતા શખ્સો સામે લાલ આંખ કરતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. માંડવીના કલવાણ રસ્તા પર નઝીર સાલેમામદ ઓઢેજાને ત્યાં રેડ પાડતા ઈમરાન સાલેમામદ ઓઢેજા પાસેથી દારૂની બોટલ નંગ 36 કિંમત રૂ. 14,400 તેમજ મોબાઈલ નંગ 1 કિંમત રૂ. 17,400નો મુદામાલ મળી આવ્યો હતો. બીજી તરફ માંડવીના તુર્ક ફળિયામાં ઈમરાન ઉર્ફે ચીચુડો હમીર બલોચના ઘરમાં રેડ પાડતા દેશી દારૂ લિટર 22 મળી આવ્યો હતો.