શિહોરીમાંથી વિદેશી શરાબ પકડાયો
શિહોરી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ શેજુળ અને દિયોદર તથા શિહોરી પી.આઈ સુચના દ્વારા શિહોરી પી.એસ. આઈ પી.જે.જેઠવા તેમજ પોલીસ ટીમ રણજીતસિંહ, જેસીગભાઈ, સાગરભાઈ, ભોજુભા, દક્ષાબેન દ્વારા શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શિહોરી રણાવાડા રસ્તા પર રજુભા હઠુભા ડાભી વાળાના શિહોરી રણાવાડા (જા) રસ્તા પરના ભોગવાટા વાળા ખેતરમાં વિદેશી શરાબની બાતમીના આધારે દરોડો પાડતા ઘરની ઓસરીના ભાગે દીવાલને અડી કંતાન ઢાંકેલ કપડાંના થેલામાં ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબની બોટલ તથા બિયર ટીન ૩૬૫ નંગ જેની કિંમત રૂ. ૨૬,૫૦૦ નો મુદ્દામાલ શિહોરી પોલીસે ઝડપીને કાયદેસરની તપાસ કરી હતી.