ઝઘડીયામાં વળાંક લેતી કાર પર અન્ય કાર ચડી ગઇ : શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના CCTVમાં કેદ

રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યા છે. તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જોકે, કેટલાક અકસ્માતમાં ‘રામ રાખે એને કોણ ચાખે’ની કહેવત મુજબ આંચ પણ આવતી નથી. આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં ઝઘડીયાથી રાજપારડી તરફ જતા માર્ગ પરથી એક કારનો ચાલક વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સીધા રોડ પર આવતી અન્ય કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
ઝઘડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગ પર થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં ઝઘડીયા અને રાજપારડી વચ્ચે માર્ગ પરથી એક કાર રસ્તો ઓળંગી રહી હતી.આ સમયે પૂરપાટ ઝડપે આવેલા અન્ય કાર ચાલકે બીજી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરતું કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.