ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ ઉપરાંત ચેકની બમણી રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, માંડવીના એક શખ્સને આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમને એક વર્ષની કેદ તથા બમણી રકમ ચૂકવવા કોર્ટે આદેશ જાહેર કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવના ફરિયાદી માંડવીના ખેડૂત લાલજી ખીમજી છભાડિયાને ખેતીની ઘઉંની પેદાશના હિસાબ  પેટે આપવામાં આવેલ રૂા. 5,50,000નો ચેક આરોપી  શખ્સે આપેલ હતો. આરોપીએ આપેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી ઈશમને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમની બમણી  રકમ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો.