માંડવીમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

માંડવીમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બે દિવસ અગાઉ માંડવીમાં રાતે માત્ર બે કલાકના સમયમાં જ બંધ મકાનમાંથી રૂા. 4.83 લાખના  દાગીના અને રોકડ પર હાથ સાફ થયો હતો, આ ચોરીનો ભેદ માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસના આધારે આ ચોરીને  અંજામ આપનાર એક આરોપી શખ્સને મુદ્દામાલ સાથે પકડમાં લીધો હતો.  જાણવા મળી રહ્યું છે કે આ મામલે હજુ આગળની વધુ છાન બીન જારી છે.