દયાપરની બે વાડીમાં 22 હજારના કેબલની તસ્કરી

copy image

copy image

દયાપર ગામની સીમમાં આવેલી બે વાડીમાંથી રૂા. 22,000ના કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ દયાપર પોલીસ મથકે નોંધાઈ હતી, તો બીજી બાજુ  અબડાસા તાલુકાના લાલા ગામમાં પવનચક્કીમાંથી 41 મીટર કોપર વાયર કિં. રૂા. 22,500ની કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરાયા અંગે જખૌ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદીની વાડીમાં આવેલા બોર માટે લગાવાયેલા 30 ફૂટ કેબલ કિં. રૂા. 10,000 તથા અન્ય ખેડૂતની વાડીમાંથી 60 ફૂટ વાયર કિં. રૂા. 12,000ની ચોરી થઈ હતી. પેટ્રોલિંગમાં રહેલી દરમિયાન આરોપી સિકંદર મુસા નોતિયાર અને સલીમ સાલે નોતિયારને શંકાસ્પદ કેબલના જથ્થા સાથે ઝડપી પાડયા બાદ બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને ફરિયાદ દાખલ કરાઈ હતી. બીજી તરફ લાલા ગામના સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીની કેબિનનું તાળું તોડી કોઈ ચોર ઈસમે 41 મીટર કોપર કેબલ કિં. રૂા. 22,500ની ચોરી કરવા સાથે બાજુમાં આવેલી પવનચક્કીમાં ગેરકાયદેસર  પ્રવેશ કરી તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.