મથલમાં પત્તા ટીંચતા 11 જુગારી ઝડપાયા

copy image

copy image

મથલ ગામમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા 11 જુગારીને નખત્રાણા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 15,140 હસ્તગત  કર્યા હતા, જ્યારે ભુજ તાલુકાના સરસપર ગામમાં જાહેરમાં પત્તા ટીંચતા બે ખેલી ઝડપાયા હતા, જ્યારે બે નાસી છૂટયા હતા. માધાપર પોલીસે જુગારીઓ  પાસેથી 11,700 રોકડા સહિત કુલ રૂા. 46,700નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મથલ ગામમાં આવેલા ક્રિકેટના મેદાનની બાજુમાં જાહેર વિસ્તારમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા ગુલામ હુસેન દાઉદ ચાકી, શાંતિલાલ હરજી ભદ્રુ, મોહન દિનેશચંદ્ર ગરવા, ચેતન વીરજી ભદ્રુ, દિનેશ કરસન પાયણ, મોહનલાલ હરજી ભદ્રુ, કાંતિ દિનેશ ભદ્રુ, પીયૂષ અમૃતલાલ વાળંદ, રતનશી પૂજા બળિયા, રફીક જુસબ લુહાર અને રમજાન હારૂન સાટીને પકડી પાડયા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 15,140 હસ્તગત  કર્યા હતા. બીજી બાજુ , સરસપર ગામના ખેતરના શેઢા પર જેમલભાઈ લખુભાઈ કોલી, સોમીર મલુક સુમરા, સલામ આમદ સુમરા અને મામદ ઉર્ફે કાકાડો ચનેસર સુમરા જાહેરમાં પત્તા રમતા ઝડપાયા હતા, જે પૈકી સલામ અને મામદ નાસી છૂટયા હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી પોલીસે 11,700 રોકડા તથા એક બાઈક કિં. રૂા. 25,000 અને બે મોબાઈલ કિં. રૂા. 10,000 મળી કુલ રૂા. 46,700નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.