નવા કટારિયા નજીક ટ્રક નીચે કચડાઈ જતાં યુવાનનું મોત નીપજયું

copy image

copy image

ભચાઉ તાલુકાના નવા કટારિયા નજીક બે વાહન સામાન્ય ભટકાતા ઉભા રહી ગયા હતા, જેમાં પાછળથી તિવ્ર ગતિએ આવતું કન્ટેઈનર ભરેલી ટ્રક અથડાતા મનોજ કૃષ્ણ ઉર્ફે ક્રિષ્ન બિન (ઉ.વ. 29)નામના યુવાનનું કમકમાટીભર્યું તત્કાલ મોત નીપજયું  હતું.પડાણામાં રહેનાર ફરિયાદી ભરત બધા મરંડ (આહિર) તથા મનોજ કૃષ્ણા ટ્રકમાં કામ કરતા હતા. આ બંને વાહન લઈને મોરબી ખાતે લાકડા ખાલી કરવા ગયા હતા. ત્યાંથી બીજો ફેરો કરવા બંને ગાંધીધામ બાજુ આવવા નિકળ્યા હતા. નવા કટારીયા નજીક આસુવીરા હોટેલ પાસે પહોંચતા તેમની આગળ જઈ રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતા ફરિયાદી ભરત મરંડનું વાહન તેમાં અથડાયું હતું જેમાં ફરિયાદીના વાહનમાં થોડું નુકસાન થયું હતું. જેથી ભરત અને મનોજ નીચે ઉતરી પોતાના વાહન પાછળ આડસ મુકવા, લાલ કપડુ લગાવવા જઈ રહ્યાં હતાં તેવામાં પાછળથી તિવ્રગતિએ આવી રહેલી કન્ટેઈનર ભરેલી ટ્રક ફરિયાદીના વાહનમાં તિવ્રગતિએ અથડાતા બંને વાહનો ઘસડાઈને આગળ વધ્યા હતા. દરમ્યાન પાછળથી આવતી આ ટ્રકના પૈડામાં આવી જતાં મનોજનું શરીર છુંદાઈ જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવથી હેબતાઈ ગયેલા ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.