ભુજ ખાતે આવેલ લાખોંદની વાળીમાંથી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ લાખોંદના સીમ વિસ્તારમાં આવેલ એક વાડી પર ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે સગીરના પિતાએ પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર  આ બનાવ ગત તા. 19/2ના રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન  બન્યો હતો. આ સમયગાળા દરમ્યાન આરોપી શખ્સ લગ્નની લાલચ આપી ફોસલાવી તેઓના કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી લઇ ગયો છે.  પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.