માંડવીના લક્ષ્મીનારાયણનાં મંદિરમાંથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

માંડવીના મંદિરમાં ચોરી થયો હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે, ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી શહેરમાં આવેલ તળાવવાળાં નાકા નજીક આવેલ લક્ષ્મીનારાયણનાં મંદિરમાંથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે વહેલી પરોઢે મંદિર ખોલતાં દાનપેટી તૂટેલી હાલતમાં તેમજ કબાટો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. આ ચોરીના બનાવ અંગે જાણ થતાં તુરંત આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.