અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં થયેલ વાયર ચોરીમાં સામેલ આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં થયેલ વાયર ચોરીમાં સામેલ આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા.21/2 ના રાતના સમયે અંજાર ખાતે આવેલ વરસામેડી નજીક સ્થિત વેલસ્પન કંપનીના W.M.Lપ્લાન્ટના આઇટી સ્ટોરમાંથી આઇટી સ્ટોરમાં રાખવામા આવેલ રૂ.22,875 ની કિંમતના 915 મીટર ઇન્ટરનેટના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીના ગુનામાં સામેલ આરોપી ઈશમને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ચોરીમાં સંડોવાયેલ અન્ય બે ઈશમોને પકડવાના હજુ શેષ છે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.