સુરજબારીના પુલ નજીક ટ્રકે ST બસને ટક્કર મારતા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
સુરજબારીના પુલ નજીક ટ્રકે ST બસને ટક્કર મારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માળિયા કચ્છ હાઇવે પર સુરજબારીના પુલ નજીક ટ્રકના ચાલકે એસ.ટી બસને ટક્કર મારતા બસમાં નુકશાન થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે આદિપુરના રહેવાસી મનુભાઈ રામાભાઈ ચારણ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર માળિયાના સુરજબારી પુલ નજીક પહોચતા ટેઈલરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને આગળ જતી બસને પાછળથી ટક્કર મારતા બસમાં નુકશાન થયું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.