ગેરકાયદેસર હથિયારનું વેચાણ કરનાર શખ્સ મધ્યપ્રદેશથી ઝડપાયો
copy image

મુન્દ્રામાંથી બે પિસ્ટલ સાથે ઝડપાયેલ ઈશમોને હથિયાર પ્રોવાઈડ કરનાર શખ્સને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પૂછતાછ કરતી સમયે મધ્યપ્રદેશના શખ્સનું નામ સામે આવ્યું હતું. ગત તા. 24/1ના રોજ બે શખ્સોને બે પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા. આ મામલે વધુ તપાસ કરવામાં આવતા આ શખ્સોને હથિયાર આપનાર મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવતા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.