દહીંસરા ગામમાં  સતત ભારેખમ વાહનોની અવરજવરથી લોકોમાં અકસ્માતનો ભય

દહીંસરા ગામમાં  સતત ભારેખમ વાહનોની અવરજવરથી લોકોમાં અકસ્માતનો ભય  જોવા મળી રહ્યો છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ  માંડવી હાઇવે એક કિ.મી. જેટલો દહીંસરા ગામની મધ્યમાંથી પસાર થાય છે. જે માર્ગે અવાર નવાર નાના-મોટા અકસ્માતો થતાં હોય છે.  ધોળા દિવસે  ભારેખમ ઓવરલોડ વાહનો  પસાર થતાં હોવાથી સતત અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે.   જાણવા મળી રહ્યું છે કે, આ બાબત અંગે તંત્ર  બેદરકાર હોવાથી સમસ્યાઓ બેકાબૂ બનતી જાય છે. ચાલકો ભારેખમ વાહનો મન ફાવે તેમ દોડાવી રહ્યા છે. ત્યારે અકસ્માતનો ભય વધુ ફેલાયો છે.