બે સંતાનના નિયમને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી : બેથી વધુ બાળકો હોય તો સરકારી નોકરી માટે ઇનકાર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજસ્થાન સરકારના બે સંતાનના નિયમને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર જો બેથી વધુ બાળકો હોય તો સરકારી નોકરી માટે ઇનકાર એ બિન-ભેદભાવપૂર્ણ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ જોગવાઈ પાછળનો હેતુ પરિવાર નિયોજનને પ્રોત્સાહિત કરવાનો છે. પંચાયતની ચૂંટણી લડવા માટે સુપ્રીમ કોર્ટે આ પ્રકારના નિયમને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિયમ નીતિના દાયરા હેઠળ છે, તેમાં દખલ કરવાની જરૂર નથી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે 20 ફેબ્રુઆરી 2024ના રોજ આ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચે 12 ઓક્ટોબર, 2022ના રોજ રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. નવા નિયમ અનુસાર 01 જૂન 2002ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો ધરાવતા કોઈપણ ઉમેદવાર સેવામાં નિમણૂક માટે પાત્ર ગણાશે નહીં. બેન્ચના જણાવ્યા અનુસાર પંચાયત ચૂંટણી લડવા માટે યોગ્યતાની શરત તરીકે સમાન જોગવાઈ રજૂ કરાઈ હતી, જેને સુપ્રીમ કોર્ટે માન્ય ગણી હતી.