ગાંધીધામથી ભચાઉ જતાં માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે 18 વર્ષીય યુવાનનો જીવ લીધો
ગાંધીધામથી ભચાઉ જતાં માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 18 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 21-2ના રોજ બન્યો હતો. બે યુવાનો બાઇક લઈને સવારે કામે જઇ રહ્યા હતા, તે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલ ટ્રેઇલરએ બાઇકને હડફેટમાં લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાઓને પગલે 18 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે તેના સાથીને વધુ સારવાર અર્થે તેના વતન રાજસ્થાન લઇ જવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.