રાપર ખાતે આવેલ શિરાનીવાંઢના સીમમાં પાણી ચોરીનો આરોપી ઝડપાયો
રાપર ખાતે આવેલ શિરાનીવાંઢના સીમ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડની પાણીની લાઇનમાંથી પાણીની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને ઝડપી લીધો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 20/1થી 4/2 દરમ્યાન આ સીમમાં પાણી ચોરી થતાં જિજ્ઞેશ કનૈયાલાલ કપાસિયા દ્વારા બાલાસર પોલીસ મથકે રૂા. 97,110ના પાણીની ચોરી અંગે ફરિયાદ નોંધવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.