બંધ વીજલાઇનના થાંભલા પરથી 90 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નલિયા-નેત્રા તરફ જતી બંધ વીજલાઇનના કુણાંઠિયાથી તેરા બાજુના થાંભલા પરથી 90 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે ગેટકોના નાયબ ઇજનેર સુલેમાનભાઇ ગામિત દ્વારા નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/2ની સાંજથી 24/2ની સવારના સમયગાળાં દરમ્યાન ભાચુંડા 400 કે.વી. સબ સ્ટેશનથી નલિયા-નેત્રા તરફ જતી બંધ વીજલાઇનમાંથી કુણાંઠિયાથી કેરા વચ્ચે ત્રણ વીજ થાંભલા પરથી સુધી કોઇ અજાણ્યા ચોર ઇસમ એલ્યુમિનિયમના વાયર 3480 મીટર અંદાજિત કિં.રૂા. 90 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.