ભુજ માર્કેટયાર્ડમાં કામકાજ કરતા તમામ વેપારીભાઈઓ માટે અગત્યની જાહેરાત

આથી ભુજ માર્કેટયાર્ડમાં કામકાજ કરતા તમામ વેપારીભાઈઓ, તેમજ બહાર ગામથી માલ વેચાણ અર્થે આવતા ખેડૂતભાઈઓને જણાવવાનું કે, સરકારશ્રીના હવામાન વિભાગ દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૩/૨૦૨૪ના કમોસમી વરસાદી માવઠું પડવાની આગાહી હોઈ માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતો માલ સલામત જગ્યાએ ઉતારવો/ ઢાંકીને રાખવો તેમજ ખેડૂતભાઈઓએ વેચાણ અર્થેનો પોતાનો માલ માર્કેટયાર્ડમાં ઢાંકીને લાવવો આ સૂચનાનું સલામતીના કારણોસર અચૂક પાલન કરવું.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

ભુજ – કચ્છ.