ચેક પરત ફરવાના કેસમાં સાભરાઈના આરોપી શખ્સને જેલના હવાલે કરાયો

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ચેક પરત ફરવાના કેસમાં સાભરાઈના આરોપી શખ્સને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સે ફરિયાદી એવા કરશન ભીમશી ગઢવી પાસેથી વર્ષ 2019માં ડયુ ડેટનો ચેક ઉછીના નાણા લીધા હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપીને પકડીને પૂરી દેવા માટે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપી શખ્સને પકડી જેલના હવાલે કરી દેવાયો છે.