એક દંપતી પર ત્રણ મહિલા સહિત સંપૂર્ણ પરિવાર દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ

એક દંપતી પર ત્રણ મહિલા સહિત સંપૂર્ણ પરિવાર દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ફરિયાદી મહિલાનો જેઠ મેસેજ અને કોલ કરતો હોવાના મામલે ત્રણ મહિલા સહિતના પરિવારે દંપતી પર છરી-ધોકાથી હુમલો કરી દીધો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધણી માતંગ દેવની જન્મ જયંતી નિમિત્તે આ પતિ-પત્ની જીઈબી રોડ, પર આવેલા મતિયા દેવના દર્શન કરવા ગયેલ હતા જ્યાં આરોપી  આરોપી શખ્સે ત્યાં આવી અને  તમારો મોટો ભાઈ મને મેસેજ તથા કોલ કરે છે તેને સમજાવી દેજો એમ કહી અને બોલાચાલી કરી હતી. ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સોએ આ દંપતી પર છરીધોકાથી હુમલો કરી દીધો હતો.પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.