અબડાસા ખાતે આવેલ આમરવાંઢના આરોપી શખ્સે ભરણપોષણ ન ચૂકવતાં 11 માસની કેદ

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ આમરવાંઢના આરોપી શખ્સે 11 માસ સુધી ભરણપોષણ ન ચૂકવતાં તેને 11  માસની કેદની  સજાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર    આરોપી શખ્સનાં પત્ની  તથા પુત્ર  કંઇ કમાતા ન હોવાથી ભરણપોષણ માટે દર મહિને રૂા. 5000 ચૂકવવા હુકમ જાહેર કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, હુકમને અવગણી અગિયાર મહિના માટેની ભથ્થાંની કુલ રકમ રૂા. 55 હજાર ન ચૂકવતા આરોપી શખ્સને 11 માસ સુધી જેલમાં સાદી કેદની સજાનો હુકમ નલિયા કોર્ટે જાહેર કર્યો છે.