આજથી ભુજ થી મુંબઈ માટે 120 મુસાફરોની ક્ષમતાવાળી એર ઇન્ડિયાની વીમાની સેવા શરૂ

copy image

copy image

જાણવા મળી રહ્યું છે કે, આજે એટલે કે,તા.01/03/24 થી ભુજ થી મુંબઈ માટે 120 મુસાફરોની ક્ષમતાવાળી એર ઇન્ડિયાની વીમાની સેવા શરૂ થવા જઈ રહી છે, જેના અનુસંધાને એરપોર્ટ ઓથોરિટી, એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત દિવસે એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેકટર નવીનકુમાર સાગર, એરઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ભુજ ચેમ્બર પ્રમુખ અનિલ ગોર દ્વારા જાણવા મળેલ કે,   આ સુવિધા કચ્છીઓ અને વિદેશમાં વસતા કચ્છીઓ માટે આવકારદાયક છે. વધુમાં તેઓએ જણાવેલ કે, ટિકિટનાં ભાવો વ્યાજબી રાખવા અને બીજી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે ત્યારે બન્ને ફ્લાઈટોની વિદેશી વિમાની સેવા સાથે સીધી કનેકટીવીટી કરવા રજૂઆત કરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, જો ટ્રાફિક મળશે તો આગામી સમયમાં 186 સીટની ફ્લાઈટની સેવા પણ શરૂ કરવામાં આવશે.