મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી : ડબલ મર્ડર કરી ભાગેલ સાયકો કિલરને પોલીસે જંગલમાંથી શોધીને દબોચી લીધો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે ત્યારે આ મામેલ સૂત્રો દ્વારા મળેલ આહિતી અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં એક વ્યક્તિએ બે લોકોની ઘાતકી હત્યા કરી ઉપરાંત અન્ય વ્યક્તિના ઘર પર હુમલો પણ કરી દીધો હતો. લોકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી સાયકો કિલર છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર આ શખ્સ આ તમામ કાંડ રચ્યા બાદ જ્યારે લોકોએ એલાર્મ લગાવ્યો તો આરોપી શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે આ શખ્સને શોધી કાઢવા તજવીજ હાથ ધરતા સામે આવ્યું કે તે જંગલના તળાવમાં કાદવમાં છુપાયેલો હતો.પોલીસે આ કિલરની શોધ કરી તેને દબોચી લીધો છે.